Posted by admin on 2024-04-15 16:20:40 |
જળ એ જ જીવન છે પરંતુ જળ માટે કેવા વલખાં મારવાં પડે છે તેની સાબિતી તાપી જિલ્લાના બોરખડી ગામના રહીશોની સ્થિતિ સાબિત કરી બતાવે છે. ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત નળ તો બેસાડી દેવામાં આવ્યા છે પરંતુ પાણી હજુ સુધી પહોચ્યું નથી...જુઓ આ વિશેષ અહેવાલ...
વી. ઓ...1....આ દ્રશ્યો છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બારખડી ગામના..દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ગામની મહિલાઓ પીવાના પાણી માટે પોતાના ઘરથી 1 કિલોમીટર દૂર જઈને માથે ઘડા લઈને આવવા મજબૂર બની છે. મહિલાઓ સાથે વાતચીત કરવા જણાઈ આવ્યું છે કે ગામમાં બે પાણીની ટાંકી સાથે દરેક ઘરની સામે નળ પણ નલ સે જલ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યો છે પરંતુ પાઇપલાઇન કરવામાં આવી નથી. હાલ મહિલાઓ ગામમાં આવેલા હેન્ડ પંપથી પીવાનું પાણી મેળવી રહી છે પરંતુ તે પાણી ડહોળુ આવતું હોવાથી બીમારીઓ થવાની સંભાવના રહે છે. મહિલાઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી..
વી. ઓ 2.... ગામના સરપંચ સાથે વાત કરતા માલુમ પડ્યું કે ગામમાં બે ટાંકી સિવાય સંપની પણ વ્યસ્વથા છે પરંતુ લાઇન વારંવાર તૂટી જવાથી ટાંકી સોભાના ગાઠીયા સમાન બનીને રહી ગઈ છે. અનેક રજૂઆત બાદ પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલી નથી. હાલ ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ગામના લોકોને પાણીની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે.
વી. ઓ..3...અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સમગ્ર જિલ્લામાં નલ સે જલ યોજનાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે આ લોકોના ઘરે નળ તો ગોઠવી દેવામાં આવ્યા છે પરંતુ પાણીની સમસ્યા હજુ એમની એમ છે. આ દ્રશ્યો જિલ્લાના સેવાસદનની માત્ર 10 કિલોમીટરના અંતર પર આવેલા ગામના છે તો અંતરિયાળ ગામની સ્થિતિ કેવી હસે તેની તમે કલ્પના કરી શકો છો...